શિકાર : પ્રકરણ 37

(217)
  • 6.9k
  • 6
  • 3.3k

મનું બહાર દોડ્યો એ સાથે જ ધડાકો સાંભળીને ગભરાયેલા માણસોએ એને ગન સાથે જોયો એટલે હોહા કરીને સૌ ભાગ્યા. જે રૂમમાં ઘુસાય એ રૂમમાં ઘુસ્યા. કોઈ ખુણામાં તો કોઈ જ્યાં હતા ત્યાં સુઈ ગયા. વરસાદ શરુ થતા દીપ એન્ડ ટીમ્સ અને સમીર એન્ડ ટીમ્સ પણ યાત્રાળુઓવાળી બિલ્ડીંગમાં ઘુસ્યા હતા. ધડાકો સાંભળીને એ બધા પણ સ્તબ્ધ થઈને હતા ત્યાને ત્યાં જ ખોડાઈ ગયા હતા. માત્ર મનું અને પૃથ્વી જ સ્વસ્થ રહીને દોડ્યા હતા. પણ સીડીઓ ઉતરીને નીચે ગયો અને સામેની બિલ્ડીંગ તરફ ભાગવા જાય ત્યાં જ એના પગ આપમેળે જડાઈ ગયા. પાછળથી આવતો પૃથ્વી પણ એની પાસે આવીને અટકી ગયો.