તમસ

  • 5.1k
  • 1.2k

તમસ ચારે કોર નિરાશાનો અંધકાર છવાઈ ગયો છે. તે જોઈ રહ્યો છે ટી.વી. ધડકતાં હૈયે.મુંબઈમાં આંતકવાદીઓએ કાળો કેર વર્તાવ્યો છે.મુંબઈનાં કેટલાં ક જાંબાઝ પોલીસ તથા પોલીસ ઓફિસરો શહીદીને વર્યાં છે. આંતકવાદીઓની હડફેટમાં કેટલી વ્યક્તિઓએ પોતાનાં જાન ગુમાવ્યાં છે તેની ચોક્કસ વિગતો નથી મળતી.તે અધ્ધર શ્વાસે કમાન્ડોની કાર્યવાહી જોઈ રહ્યો છે. સાથે સાથે તેનાં હૈયે આક્રોશ ભડકી રહ્યો છે. શાસન કર્તાઓ પર મૂંગો ફિટકાર લાવાની જેમ ધગધગી રહ્યો છે.પાડોશી દેશ પાકિસ્તાનની તોફાની હરકતથી ના સમજાય તેવો રોષ ઉછળતાં દરિયાઈ મોજાંઓની જેમ કિનારે આવી તૂટી રહ્યો છે.તે લાચાર છે વર્તમાન સરકારની કમજોરી પર! હા પણ હવે એનો ઉપાય શું? આમ ક્યાં સુધી