મેં એને ફટાફટ વોટ્સએપ કર્યો ''મોહન ઘરે આવ.. નીલાઆંટીએ સ્યુસાઈડ કર્યું છે..'' વાંચતાની સાથે જ એણે તરત જ રીપ્લાય કર્યો ''વ્હોટ..?'' મેં એને ઘરે આવવા કહ્યું ''જલ્દી ઘરે આવ..'' એણે કહ્યું ''હું આવું છું..'' * * * બે વર્ષ પહેલાં મીરા મારીયા ના નામે એક ડાન્સબારમાં કામ કરતી.. શહેરની છેવાડે આવેલા મોહિનીબાર માં અડધી અડધી રાત સુધી ટૂંકાને રંગીન ભભકાદર વસ્ત્રો પહેરી એ આશિક મિજાજી પુરુષો સામે નાચતી ફરતી.. આમ તો આ કામ એને પણ પસંદ નોહતું. પણ નાના ભાઈ કિશનને ભણાવવા માટે એ કંઈપણ કરી ચૂકવા તૈયાર હતી.. એનું એક જ સપનું હતું કે કિશન ભણે ભણીને કઈક બને..