કરિશ્મા

  • 2.8k
  • 1.1k

નામ હતું એનું આકાશ, આકાશનાં સપના પણ આકાશને આંબે એવા હતા, એના ઘરમાં ફક્ત એક એની મમ્મી જ હતા, જે આંખે અંધ હતા, પિતાની છત્રછાયા આકાશ બાળપણમાં જ ગુમાવી ચુક્યો હતો, આકાશ દિવસે કુરિયરમાં નોકરી કરતો અને રાતે કોલ સેન્ટરમાં એમ કરવા પાછળનું કારણ આકાશનું એના મમ્મી માટે આંખોનું ઓપરેશન કરાવવાનું હતું, એક દિવસ આકાશને શાહઆલમ એરિયામાં કુરિયર પહોંચાડવાનું આવ્યું, તે કુરિયર આપીને નીચે આવ્યો ત્યાં તેને એક બુરખાવાળી છોકરી દેખાઈ, તેની ફક્ત આંખો જ દેખાતી હતી, પણ એની આંખોમાં આકાશ પોતાને સમાવી લેવા માંગતો હતો, હજુ તો એ કાંઈ વિચારે એ પહેલા તો એ છોકરી ગાડીમાં બેસીને નીકળી ગઈ,