Destiny ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) - 1

(12)
  • 4.1k
  • 1
  • 1.6k

Destiny ( ‘અશક્ય’ શબ્દમાં જ ‘ શક્ય ’) પ્રકરણ :- ૧ “૨ કટિંગ આપજે ભાઈ” વૈભવએ ઓર્ડર આપતા કહ્યું. “શું ભાઈ કેમ આજે આટલો ખુશ-ખુશ લાગે છે.? કઈ થયું છે.?” વૈભવએ અંદર-અંદર ખુશ થઈ રહેલા અને પોતાની બાઇકની સામે જોઈને આનંદ લઈ રહેલા પાર્થને જોઈને પૂછ્યું. “કઈ નહીં ભાઈ,આજ તો મને આ બાઇક પર અભિમાન થઈ આવ્યું છે” પાર્થએ કહ્યું. “ઓહો,પાછું શું કર્યું આજે આ બાઇકએ..?” વૈભવએ પૂછ્યું. “સાંભળ મજા આવશે.તો થયું એવું કે...હું દરરોજની જેમ બપોરે આપણાં પેલા હાઇવે પર આંખમાં ચશ્મા,નવા નિયમ મુજબ માથા પર હેલ્મેટ,અને કાનમાં એયરફોન સાથે ઘર તરફ લગભગ ૫૦ની સ્પીડ પર આવી