ખાલી હાથે આવ્યા હતાં ખાલી હાથે જવાનું છે ખરું ને? એમાં થોડું હું ઉમેરીશ કે ખાલી મગજ એ આવ્યા હતાં મગજ ખાલી કરી જ જવાનું છે, છતાં આપણે કંઈ છોડતાં નથી સંગ્રહખોરી ખાલી વ્યાપારી જ કરે છે એવું નથી આપણે પણ કરીએ છીએ. આપણી સંગ્રહ ખોરી તો જાત જાત અને ભાત ભાત ની હોય છે. આપણે જે વર્ષો વરસ કામ ન આવવાની હોય એવી વસ્તુઓ નો સંગ્રહ કરીએ છીએ સાથે એ યાદો ના જતન ના બહાના રૂપી આપણે વસ્તુ ને સંગ્રહી રાખીયે છીએ, આ મારા પપ્પા એ આપેલ કે આ મારી પહેલી કમાણી માં થી ખરીદેલ, અથવા આ સાથે મારી