હું રાહી તું રાહ મારી.. - 32

(71)
  • 5.7k
  • 4
  • 2.1k

“બેટા મારે તને હવે એક ખાસ વાત કરવાની છે.” ચેતનભાઈ શિવમને રાતના ૨ વાગ્યે બાલ્કનીમાં ઊભા રહી કહી રહ્યા હતા. ઠંડી હવા ચાલુ હતી.શિવમ લગભગ ચેતનભાઈની નજીક ઊભો હતો.ચેતનભાઈએ શિવમનો હાથ પોતાના હાથમાં લીધો. “બેટા કાલ અમે રાહીનો હાથ તારા માટે માંગવા તેના ઘરે જશું.તું નોકરી કરે છે. એક સારો અને સંસ્કારી છોકરો છે.આપની નાત પણ સરખી છે.જો કે અત્યારે નાત-જાતના પ્રશ્નો તો લગ્ન જેવી બાબતોમાં ગૌણ થઈ ગયા છે. તો પણ કોઈ અજાણી નાતમાં એક એકલી છોકરી લગ્ન કરીને આવે ત્યારે તેને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે.સદભાગ્યે રાહીને