શિકાર : પ્રકરણ 36

(223)
  • 7k
  • 4
  • 3.1k

મનુએ નોંધણી કરાવી અને એ ત્રણેય રૂમમાં જવા નીકળ્યા એ જ સમયે પેલો ગોવાળ જેવો દેખાતો માણસ આશ્રમ તરફ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો હતો. હંફાતી છતીએ દેહાતી કપડામાં એ સીધો જ દોડતો એના છાપરા તરફ ધસ્યો ત્યારે લખુંભા અને જોરાવર એ તરફ જ હતાં. એને દોડતો આવતો જોયો એટલે જોરાવરે લખુંભાને કહ્યું, "પેલો ગોવાળ કેમ દોડે છે?" "શી ખબર આપણે શું." લખુંભાએ કહ્યું એટલે જોરાવર પણ ખભા ઉલળીને બોલ્યો, "કૂતરા પાછળ પડ્યા લાગે છે." અને લખુંભા સાથે આશ્રમ જોવા લાગ્યો. પેલો ભાગતો આવીને બીજા ગોવાળ પાસે ઉભો રહ્યો. "શુ થયુ અલ્યા?" બીજા ગોવાળે પૂછ્યું પણ પેલો અંગ્રેજીમાં બોલ્યો. "ઘેર આર ઇન્ડિયન