જંતર-મંતર - 24

(129)
  • 11.3k
  • 7
  • 6.4k

જંતર-મંતર ( પ્રકરણ : ચોવીસ ) સુલતાનબાબાએ ત્યારપછી ફરી લીંબુ તરફ મીટ માંડી. પછી તેઓ ચૂપચાપ નીચે બેસી ગયા. હળવેકથી એમણે હોઠ ફફડાવીને પઢવાનું શરૂ કરી દીધું અને ધીમે-ધીમે તેમણે પોતાનો અવાજ મોટો કરવા માંડયો. અને પઢતાં-પઢતાં જ એમણે જમણા હાથે સોય ઉઠાવી લીધી. પછી એ સોયને એમણે ડાબા હાથમાં લઈને, એમણે જમણા હાથે લીંબુ ઉઠાવી લીધું. ત્યાં સુધીમાં એમનો અવાજ ખૂબ મોટો થઈ ગયો હતો. આખાય બંગલામાં એમનો અવાજ ખૂબ જોશજોશથી પડઘાવા લાગ્યો હતો. કમરામાં એમના એ અવાજ સિવાય બિલકુલ ખામોશી હતી. હમણાં જ કંઈક અજુગતું બની જવાનું છે એમ ધારીને સહુ ધડકતા દિલે ઊભાં હતાં. સુલતાનબાબાએ ખૂબ જ