મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મારું નિવેદન એ કહે છે કે હું મરી ગઈ છું પણ મને પુરેપુરો વિશ્વાસ છે કે હું જીવતી છું અને મારા પુરેપુરા ભાનમાં હું આ નિવેદન આપી રહી છું. આ બાબતને કારણે અમારા બંને વચ્ચે રાત્રે જ અબોલા થઇ ગયા હતા. જો હું ખરેખર મરી ગઈ હોત તો અત્યારે તમારી સામે રૂબરૂ કેવી રીતે થઇ શકું? શું મરેલો વ્યક્તિ કોઈ સાથે સંવાદ કરી શકે? જો હું એમ કહું કે હું નહીં પરંતુ એ મરી ચૂક્યો છે તો શું એ એનો સ્વીકાર કરશે ખરો? એ સાચું છે કે ઘેરાયેલી રાત્રીમાં એ ચાર જાનવરોએ