સર્વે ગ્રામજનોને જણાવવામાં આવે છે કે શાળામાં શિક્ષકની નિમણુંક કરવાની હોય, તેથી એક સ્પર્ધાનું આયોજન કરેલ છે......કોલેજ ભણતા કે કોલેજ પુરી કરેલ યુવકોએ હાજરી આપવી.... મંત્રી મંડળમાં ચર્ચા થઈ..આયોજન થયું..સ્પર્ધાના દિવસે માત્ર એક ઉમેદવારની હાજરી ને ગામની વસ્તી તો પાંચ હજાર જેવી...! આમતો સ્પર્ધા ને કોઈ અવકાશ નહોતો. શિક્ષક મળવા જ મુશ્કેલ હોય, પછી સ્પર્ધા શાની? એ જમાનો અલગ હતો... હજુ તો દેશ આઝાદ થયો... ને, કળ વાળીને માંડ બેઠો થયો તો...! સો - બસ્સો રૂપરડી પગાર ની માયામાં, પોતાના ખેતી કે વ્યવસાય થી વિપરીત કામ સૂઝે જ શાનું ? ..... દીવો લઈને શોધવા નીકળો ત્યારે માંડ માંડ તો શિક્ષક