બેકપેકિંગ - 2

  • 3.7k
  • 1.4k

ફોન ફેંકી દેવાની ઈચ્છા થઈ પણ જવાબ આપ્યો. હવે મારે મારા શિડ્યુલ પ્રમાણે કામ કરવું હતું.પછીના બે એક કલાકમાં બીજા ઘણા ફોન આવી ગયા. ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ વગેરે મચેડ્યા બાદ ફ્રેશ થયો. દર્શન સિવાય બધા સુતા હતા. રાત્રે પેટ ભરીને જમ્યા છતાં ભૂખ લાગી હતી. દૂધના પાઉચ તોડીને પીધા ત્યાં બીજા ત્રણ પણ જાગી ગયા. ભાર્ગવભાઇ, ઇન્સ્ટ્રક્ટરએ તેમના સિનિયરને ફોન જોડ્યો . તે અમને મળવા આવી રહ્યા હતા . થોડી વારે એ ચા લઈને આવ્યા. ગપ્પા મારવામાં લગભગ બે કલાક નો સમય નીકળી ગયો. ફોન આવવાના ચાલુ જ હતા. બધાને મળીને દસેક વાગે હું જવા રવાના થયો. અલબત્ત ફરી મળવાના વાયદા