વન્સ અપોન અ ટાઈમ - 155

(48)
  • 6.8k
  • 6
  • 3.5k

વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 155 1994માં દાઉદના પિતા ઈબ્રાહિમ કાસકર મૃત્યુ પામ્યા એ વખતે અને પછી 1999માં દાઉદની માતા અમીના બેગમ કાસકરના મૃત્યુ પછી તેમની અંતિમ ક્રિયા વખતે દાઉદ હાજર રહી શક્યો નહોતો. જોકે દાઉદના માતા-પિતાનાં મૃત્યુ પછી તેમની અંતિમવિધિ વખતે હજારો માણસો ઉમટી પડ્યા હતા. અને પોતાના માતાપિતાની અંતિમવિધિનું શૂટિંગ કરાવીને દાઉદે કરાચીમાં વિડીયો કેસેટના માધ્યમથી એક એક ક્ષણની ગતિવિધિ જોઈ હતી. દાઉદના નાના ભાઈ ઈકબાલ કાસકરનું યુ.એ.ઈ.એ પ્રત્યર્પણ કર્યા પછી છ મહિના બાદ, 8 ઓકટોબર, 2003ના દિવસે, ઈકબાલ કાસકરે ‘મકોકા’ (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) કોર્ટ સમક્ષ અરજી કરી હતી કે 11 ઓકટોબર,