જંતર-મંતર - 23

(123)
  • 10.3k
  • 4
  • 6.2k

જંતર-મંતર ( પ્રકરણ : ત્રેવીસ ) રીમાની વાત સાંભળીને હંસા ચમકી ગઈ. એને સુલતાનબાબા યાદ આવી ગયા. એ મનોમન વિચારવા લાગી કે હવે સુલતાનબાબા વહેલાસર સિકંદરનો ફેંસલો કરી દે તો સારું, નહિતર આ સિકંદર રીમાને શાંતિથી જીવવા નહિ દે.’ મનમાં આવેલા વિચારોને ખંખેરતાં હંસાએ રીમાને પકડીને પાછી બેસાડી દીધી અને પછી પલંગ ઉપર સુવડાવી દેતાં કહ્યું, ‘રીમા, તારી તબિયત વધારે ઠીક નથી. તું સૂઈ જા..!’ રીમા ચૂપચાપ પલંગમાં લેટી ગઈ. રીમાને પલંગમાં પાછી લેટાવીને હંસાની નજર સામેની દીવાલ ઉપર લટકતાં કેલેન્ડર ઉપર ગઈ. તેર તારીખ અને બુધવારનો દિવસ. હંસાના મનમાં ચમકારો થયો-આજે બુધવાર છે. સુલતાનબાબા આજે નહીં આવે. કાલે ગુરુવાર