મારી ચૂંટેલી લઘુકથાઓ - 57

  • 4.5k
  • 1k

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મેઈડ ઇન ચાઈના ભારતીય લોક મંડળની રંગશાળામાંથી કઠપૂતળીઓનો નાચ જોઇને જ્યારે તેઓ રોમાંચિત થઈને બહાર નીકળ્યા તો ઉદયપુરની શેરીઓમાં સાંજ પગપેસારો કરવા માંડી હતી. તેમના પગ રસ્તાની સામે પાર ઉભેલી ટેક્સીની તરફ ઝડપથી આગળ વધ્યા જ હતા કે પાછળથી આવેલા પત્નીના અવાજે તેમને રોકી લીધા હતા. “સાંભળો તો...” એ પાછળ ફર્યા... “આજે તમે તમારા લાડકા દીકરાને તો ભૂલી જ ગયા.” પત્ની બોલી રહી હતી. “શું?” એ ચોંકી ઉઠ્યા. “વહુ માટે બંધેજની સાડી અને દીકરા માટે રાજસ્થાની મોજડી તો આપણે આજે સવારે જ ખરીદી લીધી હતી પણ પૌત્ર માટે...” “ઓહ! ખરેખર તે મને