જંતર-મંતર - 22

(112)
  • 9.2k
  • 5
  • 6k

જંતર-મંતર ( પ્રકરણ : બાવીસ ) અમર તરત જ રીમાનો હાથ પકડીને ઘરની બહાર નીકળ્યો. દરવાજા ઉપર તાળું મારીને, ચાવી પોતાના કોટના ખિસ્સામાં સેરવીને અમર રીમા સાથે રસ્તા ઉપર આવ્યો. હજુ બપોર થઈ નહોતી. રસ્તા ઉપર વાહનોની જબરી દોડાદોડ હતી. રસ્તાની એક તરફ અમર અને રીમા ચૂપચાપ ચાલી રહ્યાં હતાં. રીમા ચૂપચાપ ઉદાસ-ઉદાસ ચાલી રહી હતી. અમર એની સાથે હસતો-બોલતો વાતો કરતો જતો હતો, પણ રીમા એની સાથે બિલકુલ વાત કરતી નહોતી. અમરની વાતનો જવાબ પણ ‘હા-હું’ કરીને જ આપતી હતી. જ્યારથી એણે પેલો કાળો મોટો વિકરાળ બિલાડો જોયો હતો ત્યારથી એનું મન બેચેન બની ગયું હતું. હળવે હળવે ચાલતાં