મારી ચૂંટેલી લઘુકથાઓ - 56

  • 2.6k
  • 976

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા મુક્તિ રામબાબુના ઘરની સામે શેતરંજીઓ પથરાયેલી છે. તેઓ પોતે એક ખૂણામાં નિરાશ થઈને બેઠા છે. કેટલાક સગાં-સંબંધીઓ પણ તેમની સામે નિરાશવદને બેઠા છે. ઘરના આંગણામાં વૃદ્ધ થઇ ગયેલા લીમડાના એક ઝાડ પરથી અસંખ્ય પાંદડાઓ નીચે પડીને આ શેતરંજીઓ પર પડી રહી છે. આજે ચાલીસ દિવસ બાદ આ ઘરના દરવાજાઓ ખુલ્યા છે. રામબાબુની પત્ની છેલ્લા ચાલીસ દિવસથી હોસ્પિટલની પથારીએ કેન્સરથી લડતા લડતા જીવન અને મૃત્યુ વચ્ચે લથડીયાં ખાઈ રહી હતી. ક્યારેક વોર્ડ તો ક્યારેક આઈસીયુ. રામબાબુએ આ ચાળીસ દિવસોમાં ક્યારેય પોતાની પત્નીને એકલી છોડી ન હતી. વોર્ડમાંતો પત્નીના બેડની બાજુમાં મુકેલી સેટી જ