અંગારપથ. - ૪૦

(234)
  • 12.1k
  • 19
  • 6.3k

અંગારપથ. પ્રકરણ-૪૦. પ્રવીણ પીઠડીયા. બોટની વ્યવસ્થા થવાથી લોબોએ રાહતનો દમ ભર્યો હતો. એક જ બોટ તેમના માટે કાફી હતી કારણ કે ડ્રગ્સનાં સ્મગલરો પણ એક જ બોટમાં આવી રહ્યાં હતા એટલે તેમને ઘેરવા એક બોટ હોય તો પણ કામ સફળતાથી પાર પડશે એવો તેને વિશ્વાસ હતો. તેનો મિત્ર અણીનાં સમયે ખરો કામ આવ્યો હતો. હવે એ બોટ હાથવગી કરવાની હતી અને તેના માટે જેટ્ટી સુધી જવું પડે એમ હતું. “કામરા, તું જીપમાં આ લોકોને લઈને નીકળ. હું જેટ્ટી પરથી બોટ કલેક્ટ કરીને સીધો જ ’વાગાતોર’ બીચ પહોંચીશ. પણ એક વાતનું ધ્યાન રાખજે. ડ્રગ્સ પેડલરોને જરાં પણ ભનક લાગવી