શિકાર : પ્રકરણ 34

(221)
  • 6k
  • 9
  • 2.8k

"શુ કહ્યું?" ફોન મુકતા જ તરત સમીર બોલી પડ્યો, "આશ્રમમાંથી હતો?" "હા આશ્રમમાંથી જ હતો અજય મહારાજનો. એ હિસ્સો આપવા તૈયાર છે." પહેલીવાર એજન્ટ કઈક ઉત્સાહમાં બોલ્યા. “એ કોણ છે?” રુદ્રસિહે પૂછ્યું. “એ આચાર્યનો મુખ્ય ચેલો છે.” "પણ વગર કોઈ પ્રુફ એ શું કામ તૈયાર થાય?" મનુએ વચ્ચે સવાલ કર્યો. "વગર કોઈ કારણે કોઈને તૈયાર કઈ રીતે કરવો એ મારો વિષય છે મનું. ટોમને ધોળા દિવસે આશ્રમમાં મુકવાનું ભયાનક જોખમ મેં કેમ લીધું હશે? એ લોકો ફફડી જાય જો કોઈ રૂબરૂ આવીને ધોળા દિવસે આમ બ્લેકમેઇલિંગનો લેટર આપે તો. ધારો કે હમણાં કોઈ અહીં આવે અને એવો ધમકી કે બ્લેકમેઇલિંગનો લેટર