જાબાજ

(17)
  • 3.4k
  • 1.1k

ખીચોખીચ ભરેલી બસમાં ચડતાંવેંત જ રિદ્ધિએ પહેલા બસમાં આગળ જોયું અને ત્યાર બાદ બસની બીજી તરફ. હા, એ જગ્યા શોધી રહી હતી. પણ બસમાં ક્યાંય જગ્યા ના દેખાણી. થોડું નિરીક્ષણ કર્યા પછી છેલ્લે એક સીટ ખાલી દેખાણી અને ત્યાં પહોંચી. ત્યાં જઈને જોયું તો બારી પાસે એક પોતાનાથી કદાચ ચારેક વર્ષ મોટો લાગતો એક યુવાન બેઠો હતો. થોડો સંકોચ તો થતો હતો પણ રિદ્ધિ જાણતી હતી કે આગળ જતાં આ બસ હજુ ખીચોખીચ ભરાવાની છે અને ઊભી રહેશે તો વધારે તકલીફ થશે. ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ પોતાના ગામમાં જ પૂરું કરીને રિદ્ધિ, કોલેજ કરવા પોતાના ગામડેથી શહેરમાં અપ ડાઉન કરતી. અજાણ્યા