વાર્તા-ચેલેન્જ લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775 રંગીલા પાર્ટી પ્લોટમાં રાસ ગરબાની તૈયારી થઇ ગઇ હતી.મહેમાનો આવી રહ્યા હતા.ખાસ કરીને યુવાનો અને યુવતીઓ લેટેસ્ટ ડ્રેસ માં સજ્જ થઇને ડી.જે.ના તાલે ઝૂમવા થનગની રહ્યા હતા.ચા-કૉફી અને અવનવા નાસ્તા નાં કાઉન્ટર ગોઠવાઇ ગયા હતા.અને નાસ્તાના શોખીનો ડીસો લઇને લાઈન માં ઊભા રહી ગયા હતા.વેઈટરો પાણી ની તથા જ્યુસની બોટલો લઈને ફરી રહ્યા હતા. રાકેશભાઇ અને અનિલાબેન ગેટ ઉપર ઊભા રહીને મહેમાનોને આવકારી રહ્યા હતા.રાકેશભાઇ નો આગ્રહ હતોકે રાસ ગરબા શરૂ થાય એ પહેલા થોડીવાર શરણાઇ ના સૂર રેલાવો.એટલે મ્યુઝિક પાર્ટી ના યુવાન કલાકારો દિલ ડોલી જાય એવા શરણાઇના સૂર રેલાવી રહ્યા હતા.મોટાભાગના મહેમાનો