2...7....4...7...1.. મોબાઈલ ફોનનાં સ્ક્રીન પર એણે આંગળીયો ફેરવી. આખરે સામા છેડેથી “હેલો” સંભળાયું . એટલે એણે પૂછ્યું.. “ હેલો અનિકેત મળશે ? “ “ અનિકેત..?” સામેના છેડાથી કોઈ સ્ત્રીના અવાજમાં પ્રશ્ન પૂછાયો.“ હા મારે અનિકેતનું કામ છે.. “ “ આ કોઈ અનિકેત નામની વ્યક્તિનો નંબર નથી.” અને ફોન કટ થઈ ગયો. “ આ નંબર અનિકેતનો નથી..?” તેણે ડાયલ કરેલો નંબર ફરી ચેક કર્યો... નંબર તો એ જ હતો.. બે દિવસ પહેલા જ અનિકેતની મુલાકાત એક બસ સ્ટેન્ડ પર થઈ હતી. અનિકેત તેની સાથે કોલેજમાં ભણતો હતો. કોલેજ પૂરી થયા પછી આ બે વર્ષ દરમ્યાન તેનો કોઈ સંપર્ક થયો નહતો. તે દિવસે