અતીત આજે અમદાવાદ થી સુરત તરફ સફર કરતા કરતા એની અને એકતા ની વાતો યાદ કરી રહ્યો હતો...એકતા ની મદદ થી જ આજે એ પોતાના જીવન ની સૌથી ખાસ વ્યક્તિને શોધવા સાચી દિશા માં જઇ શક્યો હતો.કોલેજ ના આ વરસ ના ALUMINI Reunion પ્રોગ્રામ માં એ એકતા ને મળ્યો હતો. એકતા એ જ વર્ગ માં હતી જે વર્ગ માં એ અને ભાવિ સાથે અભ્યાસ કરતા હતા. એ દિવસે એ પોતાના બીજા મિત્રો ની સાથે એકતા ને પણ એ કોલેજ ના છેલ્લા દિવસ પછી 5 વરસ પછી મળ્યો હતો. એકતા ભાવિ ની સૌથી નજીક ની મિત્ર હતી.સ્વાભાવિક રીતે જ એ બંને