ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૯

(78)
  • 4.9k
  • 6
  • 2.4k

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું નવમું ઇન્સ્પેક્ટર ઠાકોર કોઇ કેસમાં વ્યસ્ત હતા ત્યારે સમાચાર મળ્યા કે એક પરિણીતાનું બાથરૂમમાં સફોકેશનને કારણે મોત થયું છે. ત્યારે એ વાત પોલીસ કર્મચારીઓ માટે સામાન્ય હતી. આ પ્રકારે દમ ઘૂંટાવાથી મોત થયાના બનાવ બનતા રહેતા હતા. એક જગ્યાએ રાત્રે ઘરમાં જનરેટરને કારણે શ્વાસ રુંધાવાથી ઊંઘમાં જ પાંચ જણના મોત થયાનો બનાવ બન્યો હતો. પણ ન જાણે કેમ કેટલીક પ્રાથમિક વિગતો પરથી ઇન્સ્પેક્ટર ઠાકોરને આ કેસમાં રસ પડ્યો. તેમણે હાથ પરનો કેસ મુલતવી રાખ્યો. અને ધીરાજીને સાથે લઇ ઘટના સ્થળે પહોંચી ગયા.ઇન્સ્પેક્ટર ઠાકોરે આખો કેસ સમજવાની કોશિષ કરી. વિશાળ બંગલાના માલિક નવારુભાઇ કેટલાંક વર્ષો પૂર્વે ગુજરી ગયા