શિકાર : પ્રકરણ 33

(232)
  • 6.1k
  • 6
  • 2.7k

આશ્રમમાં ગામે ગામેથી લોકો આવવા શરૂ થયા. સાંજ સુધીમાં તો આશ્રમમાં એક ઇંચ જગ્યા ખાલી રહી નહિ. શોકાતુર ચહેરા લઈને બધા શ્રદ્ધાળુઓ ભક્તો આશ્રમમાં ઠેર ઠેર ઉભા બેઠા વાતો કરતા હતા. અજય મહારાજ, ચંદ્રાદેવી, બીજા અનુયાયીઓ, ડોકટર મનોહર, સી.એ. હરીશ બધા જ લોકોએ આચાર્યના દેહને અગ્નિસંસ્કાર આપવા માટેની બધી જ તૈયારીઓ કરી લીધી પછી આચાર્યની સ્મશાનયાત્રા હજારો લોકોના ટોળા સાથે નીકળી ત્યારે અમદાવાદ ગાંધીનગર જ નહી છેક મુંબઈ સુધીના નેતાઓ આવી પહોંચ્યા. કરોડો રૂપિયાની ગાડીઓ લઈને ઘણા ભક્તો અને બિઝનેસમેનસ પણ આવ્યા. નજીકનું પરિવારનું કોઈ સગુ ગુજરી ગયું હોય એવા ચહેરા લઈને બધા યાત્રામાં જોડાયા. આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા. આશ્રમ