માથાભારે નાથો - 32

(62)
  • 5.6k
  • 2
  • 1.8k

માથાભારે નાથો (32) વીરજી ઠુંમરને ત્યાંથી પચાસ હજાર રૂપિયાની બાકીનું બુચ મારીને ભીમજીએ નરશીના કારખાને ઘાટ કરવા માંડ્યો હતો.નરશીના એ કારખાના નો મેનેજર ગોરધન ગોધાણી હતો. ગોરધન એક બાહોશ અને બુદ્ધિશાળી હતો.એની નજર કાચા હીરાની અંદર રહેલી કસરને જોઈ શકતી અને એ જ રીતે કોઈપણ કારીગરના મનમાં રહેલી કસર પણ એ જોઈ શકતો.બેઠી દડીનો,ઉભા વાળ ઓળતો અને નાળિયેર જેવા માથાનો માલિક ભીમજી મૂછો રાખતો.અને એનું પેટ, મોટી ફાંદ બનવાના ખ્વાબોમાં રાચતુ હોય એમ ધીરે ધીરે બહાર આવી રહ્યું હતું.. ગોરધનને મૂછોવાળો કારીગર દીઠયો પણ ગમતો નહીં.નરશીશેઠ ભલે આને બીજાના કારખાનેથી ખેંચી લાવ્યા હોય પણ ગોરધનને આ ભીમજીમાં પચાસ હજાર જેવી એ