મનુનો ફોન ફરી રણક્યો. ખબરીનો નંબર હતો. "બોલ ખબરી." "સાહેબ પેલા બે જણ ફરી જુહીના ઘરે આવ્યા છે." "બીજું કંઈ?" "હા સાહેબ બે ત્રણ દિવસથી જુહી ઘરમાં જ પુરાઈ રહે છે. નથી બહાર જતી નથી કોઈ અંદર આવતું. આ બે માણસો સિવાય કોઈ આવતું નથી." "ઓકે તું ધ્યાન રાખ." મનુએ ખબરીને પણ કહ્યું નહી કે પોતે તરત જ જુહીના ઘરે આવે છે. ફોન મુકતા જ મનુએ વેનમાંથી ત્રણ કાપડના મોટા ટુકડા કાઢ્યા. કાળા કાપડના ટુકડા બધાને આપીને કહ્યું, "બાંધી લો." "કેમ?" પૃથ્વી તો આ બધું સમજતો હતો પણ સમીર નહિ. "તને ઉઠાવ્યો એ જ રીતે નિધીને અને એના સાથે પેલો માણસ