પ્રેત યોનિની પ્રીત.. - 4

(148)
  • 7.5k
  • 6
  • 4.5k

પ્રેત યોનીની પ્રીત પ્રકરણ-4 બાબા અધોરનાથ એમની પત્થર અને શીલાની મઢૂલીમાંથી બહાર આવ્યાં. બરાબર મધ્યરાત્રી થઇ હતી. બધુજ સુમસામ હતું. આકાશમાં ટમટમતાં તારાં સ્પષ્ટ દેખાતાં હતાં જાણે નભ ચંદરવો કેટલો નીચે આવીને બસ માથાં પર જ હોય એવું દ્રશ્ય દેખાઇ રહેલું કાળી અંધારી સૂમસામ રાત હોવા છતાં ક્યાંય ભયની લાગણી નહોતી. ઘનઘોર જંગલની વચ્ચે ટેકરીની બાજુમાં ઊંચા મંદિરનાં પ્રાંગણામાં ફાનસ અને દીવડા ઝળહળતાં અને ફક્ત હવનફૂંડનાં અગ્નિનો ભડભડ સળગવાનો ધ્વનિ હતો ભય સિવાયનું સાવ નિરાળું પવિત્ર વાતાવરણ હતું. માં માયાની જ માયા હતી બધાં જ એમની નિશ્રામાં નિશ્ચિન્ત હતાં. બાબા ગોરખનાથનું આગમન થયું એમની પગની ચાકડીનો અવાજ સંભળાયો પગરવ થયાં બધાં