ગઠીયા નહીં પણ સાગઠીયા: કષ્ટથી મર - કેર સેન્ટર!

  • 5.4k
  • 1
  • 1.5k

ગઠીયા નહીં, પણ સાગઠીયા: 'કષ્ટથી મર' કેર સેન્ટર! કસ્ટમર કેરમાં તમારું સ્વાગત છે. નમસ્કાર, શું મારી વાત મિસ્ટર કરુણ ગઠીયા સાથે થઈ રહી છે? (તરડાઈ ગયેલા અવાજમાં) હેંએએએએ...? ઓ બેન... કરુણ ગઠીયા નહીં, તરુણ સાગઠીયાઆ. (પેલાના તરડાતા અવાજની કોઈ અસર ન થઈ હોય એ રીતે) આમાં તો કરુણ ગઠીયા જ લખ્યું છે. નામ સુધરાવી લેજો કરુણ સર. (થોડી ચીડ સાથે) પણ મેં તમને સાચુ નામ કહ્યું ને હવે તો મને કરુણ ન કહો. પ્લીઝ. (ઠંડકભર્યા અવાજમાં) ઓકે, તો મિસ્ટર ગઠીયા... (ઉશ્કેરાટભર્યા અવાજમાં) અરે, ગઠીયા નહીં સાગઠીયા... (વધુ ઠંડક સાથે) ઓકે, મિસ્ટર સાગ ગઠીયા... (ગુસ્સામાં) એ તારી સાસુનું શાક દાઝે...શાક ગઠીયા