અડધે રસ્તે પહોંચી ગયા પછી ખબર પડે કે ખોટી દિશામાં આવી ગયા ત્યારે શું કરવું જોઈએ? મહાન અણુવિજ્ઞાની ડૉક્ટર હોમી ભાભાના જીવનનો પ્રેરણાદાયી કિસ્સો સુખનો પાસવર્ડ આશુ પટેલ મહાન અણુવિજ્ઞાની ડૉક્ટર હોમી ભાભાના પિતા તેમને એન્જિનિયર બનાવવા માગતા હતા. પિતાએ તેમને ઈંગ્લેન્ડની એક વિખ્યાત એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરવા મોકલ્યા. એ વખતે ડૉક્ટર હોમી ભાભાને પોતાને પણ ખબર નહોતી કે પોતાને સૌથી વધુ રસ કયા ક્ષેત્રમાં છે, પણ પિતાએ તેમને ઇંગ્લેન્ડ ભણવા મોકલ્યા હતા એટલે તેઓ દિલ લગાવીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા. ડૉક્ટર ભાભા ઈંગ્લેન્ડમાં અભ્યાસ કરતા હતા એ સમયમાં ભૌતિકશાસ્ત્ર વિશેનું એક પ્રવચન સાંભળવા ગયા. એ પ્રવચન સાંભળીને તેમને