જંતર-મંતર - 21

(160)
  • 10.5k
  • 10
  • 6.3k

જંતર-મંતર ( પ્રકરણ : એકવીસ ) હંસા સામે પોતાના સફેદ, ચળકતા ડોળા તાકીને બિલાડો ઘૂઘવાટા કરવા લાગ્યો. એ બિલાડાની ચમકદાર મોટી આંખો એટલી બધી બિહામણી હતી કે, ગમે તેવો મજબૂત કાળજાનો આદમી પણ એ જોઈને છળી મરે...હંસા પણ ડરી ગઈ. એ આંખો મીંચીને રીમાને વળગી ગઈ. ત્યાં સુધીમાં તો હેમંતને રમાડતાં બેઠેલા હંસાની સાસુ રંજનાબહેન પણ આવી ગયાં. એમણે એકબીજાને વળગીને ઊભેલી નણંદ-ભોજાઈને પૂછયું, ‘અરે, હંસા-રીમા...શું થયું ?’ હંસાએ પોતાની સાસુનો અવાજ સાંભળીને આંખો ઉઘાડી. ગભરાટથી આસપાસ નજર નાખી પણ પેલો બિલાડો કયાંય ગાયબ થઈ ગયો હતો. હંસાએ છુટકારાનો દમ ખેંચતા, નિરાંતનો શ્વાસ લીધો અને રીમાને પોતાનાથી અલગ કરતાં કહ્યું,