તારીખ તો બરાબર યાદ નથી આવતી પણ હા એ મહિનો અને વર્ષ આજે પણ બરાબર યાદ છે જ્યારે મારા જીવનમાં એક કહી શકાય એવી સુખદ ઘટના ઘટવાનો મને એહસાસ થયો હતો. આજથી સાત વર્ષ પહેલાનો આજે પણ એ નજર થી નજર મળવાની ઘટના ભીડમાં પણ એ નજરે મને બાંધી લીધી હોય એમ મને જોયાં જ કરવાનું મન થાય કહેવાય છે કે જ્યારે આપણને કોઈ ગમવા લાગે ને તો આપણને બધું જ ગમવા લાગે છે હા મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હતું. મને આજે પણ યાદ છે જ્યારે હું પરીક્ષા આપીને એ જગ્યાએ પહોચતી ને ત્યારે ઉનાળામાં સખત