કુદરત જો સર્જન કરે છે તો સંહાર પણ કરે છે. ૨૦૦૧નો ગુજરાતનો ધરતીકંપ આજે પણ આપણા માનસપટ પર એટલોજ તાજો છે, કારણકે તેણે ભયંકર વિનાશ વેર્યો હતો. આજે પણ જ્યારે નાના આંચકા આવે છે ત્યારે આપણું હ્રદય બે ધબકારા ચૂકી જાય છે. ધરતીકંપ એ કદાચ કુદરતનું સહુથી વિનાશક શસ્ત્ર છે. જ્યારે ધરતીની નીચે ખૂબ ઊંડે તેની બે પ્લેટ આપસમાં ટકરાય છે ત્યારે તેમાંથી ખૂબ મોટી ઉર્જા ઉત્પન્ન થાય છે અને આ ઉર્જાને બહાર નીકળવા માટે રસ્તો કરવો પડે છે. આ રસ્તો તેને ધરતીનું પડ ચીરીને જ શોધવો પડે છે અને જ્યારે આમ થાય છે ત્યારે પૃથ્વીની સપાટી પર ધરતીકંપ સર્જાય