પ્રિંસેસ નિયાબી - ભાગ 2

(34)
  • 4.7k
  • 3
  • 2.6k

નિયાબી ઓમતને કહી ને જંગલની અંદર ની તરફ આગળ વધી. તેની આંખો આંસુઓ થી ભરેલી હતી. તે ખૂબ દુઃખી હતી. તેનું મન જીવન પ્રત્યે ઉદાસ થઈ ગયું હતું. તે પોતાની જાત ને દોષ આપવા લાગી. હવે તે જીવવા માંગતી નહોતી. ચાલતાં ચાલતાં એ ક્યાં જઈ રહી છે એનું કોઈ ભાન તેને નહોતું. તેને હાંફ ચડવા લાગ્યો હતો. તેને થાક વર્તાતો હતો. તેણે એક ઝાડનો સહારો લીધો ને ઉભી રહી ગઈ. થોડીવાર ઉભી રહ્યા પછી તે ફરી ચાલવા લાગી. હવે તેના પગ તેનો સાથ આપી રહ્યાં નહોતા. તે ડગમગી રહયાં હતાં. ને એમજ હાલક ડોલક થતી એ ચાલી રહી હતી. તેનું