બીજી સવારે લખુભાએ ઈંગ્લીશ દારુનું કોટર લાવ્યું. બ્રાન્ડનું લેબલ એને વાંચતા આવડતું ન હતું પણ એના ઉપર લખેલું નામ ક્યારેક એને કોઈ વાંચી સંભળાવતું. સમીરને પરાણે થોડો દારૂ પાઈને સ્વસ્થ કર્યો. એ પછી મનુને અદિત્યએ બધું સમજાવ્યું અને મનુએ અદિત્યને બધું સમજાવ્યું. મનું કઈ રીતે આ કેસમાં પડ્યો એ પણ સમજાવ્યું. "તો એનું નામ અનુપ છે એમ ને?" આખીયે વાત સાંભળીને મનું બોલ્યો. "હા બાકીના લંકેશ, રઘુ અને બીજા ચાર પાંચની ટોળકી છે." સમીરે કહ્યું અને પછી કોઈક પાસેથી સિગારેટ માંગી. પાટો બાંધેલ આંગળીમાં સિગારેટ પકડતા પણ આંગળીમાં પીડા થતી હતી. "સમીર બધી જ માહિતી લાવવાનો હતો. એ દીપને રિપોર્ટ