ડેવિલ રિટર્ન-2.0 18 અર્જુનની ગેરહાજરીમાં અર્જુનનાં ખાસ સાથીદાર એવાં નાયકની આગેવાનીમાં પોલીસકર્મીઓએ ગજબની હિંમત અને સાહસનો પરિચય આપતાં રાધાનગરનાં લોકો માટે કાળ બનીને આવેલાં વેમ્પયરોને બરોબરનો પાઠ ભણાવી દીધો હતો. પોલીસની આ વ્યૂહાત્મક ચાલ સામે પોતાનાં બધાં હથિયાર હેઠાં મૂકી ચુકેલાં ક્રિસ અને એનાં ભાઈ-બહેનોનાં ચહેરાની રોનક એ સાંભળી પાછી આવી ગઈ કે પોલીસ ટીમ જોડે રહેલું પવિત્ર પાણી પૂરું થઈ ચૂક્યું છે. પવિત્ર પાણીથી બચી ગયેલાં વેમ્પાયર ગુલામો મૃત ગુલામ વેમ્પયરોની ઉપર થઈને પોલીસની જીપો તરફ આગળ વધી રહ્યાં હતાં. એ લોકો હવે પોતાનાં માટે ઢાલનું કામ કરશે એ વિશ્વાસથી ક્રિસે પોતાનાં ભાઈ-બહેનો તરફ જોઈ એમને પોલીસની ટીમ પર