જંતર-મંતર - 20

(133)
  • 10.9k
  • 9
  • 6.3k

જંતર-મંતર ( પ્રકરણ : વીસ ) ચુનીલાલ ઘરમાં બેઠા ચિંતા કરી રહ્યા હતા. હંસા પણ બેચેનીપૂર્વક ઘરમાં અહીંથી તહીં આંટા મારતી હતી. આજે વહેલી સવારે મનોરમામાસી સાથે મનોજ સુલતાનબાબાને બોલાવવા સંબલપુર ગયો હતો. બધાના મનમાં શંકા હતી. સુલતાનબાબા આટલી બધી દૂરથી આવશે, એવો વિશ્વાસ ઘરનાં કોઈનાય મનમાં નહોતો. અધૂરામાં પૂરું મનોજ ઘરેથી સુલતાનબાબાને બોલાવવા જવા નીકળ્યો ત્યારપછી રીમા તોફાને ચઢી હતી. બધાની બેચેની અને આતુરતા વચ્ચે સાડા દશ-અગિયાર વાગ્યાના સમયે મનોરમામાસી અને મનોજ સુલતાબાબાને લઈને આવી પહોંચ્યા. સુલતાનબાબાએ કાળો ઝભ્ભો પહેર્યો હતો. માથા ઉપર કાળા કપડાંની ગોળ ટોપી પહેરી હતી. એમના માથાના વાળ લાંબા અને સફેદ હતા. દાઢી પણ સફેદ