સુખનો પાસવર્ડ - 16

(34)
  • 4.6k
  • 5
  • 1.6k

મદદ કરવા માટે માત્ર દાનતની જ જરૂર હોય છે સુખનો પાસવર્ડ આશુ પટેલ વર્ષો અગાઉ એક વાત વાંચી હતી. એક નાનકડી છોકરી તેનાથી પણ નાના એક છોકરાને ઊંચકીને જઈ રહી હતી. એટલી નાનકડી છોકરીને એક બાળકને ઊંચકીને ચાલી રહેલી જોઈને કોઈને કુતૂહલ થયું. તેણે તે છોકરીને પૂછ્યું: ‘તને ભાર નથી લાગી રહ્યો?’ ‘આ ભાર નથી મારો નાનો ભાઈ છે!’ છોકરીએ ફટ દઈને જવાબ આપ્યો! એ છોકરીને ટક્કર મારે એવી ઘટના સપ્ટેમ્બર, 2015માં ઝારખંડમા બની હતી. એક છોકરીએ તેના ભાઈને બચાવવા માટે અણધાર્યુ પગલું ભર્યું હતું. માલતી તુડુ નામની તે છોકરીના બહાદુરીભર્યા પગલાંથી તેના છ વર્ષના ભાઈ માઇકલનો જીવ બચી ગયો..