જંતર-મંતર - 19

(132)
  • 10k
  • 5
  • 6.3k

જંતર-મંતર ( પ્રકરણ : ઓગણીસ ) ફકીરબાબાના અવસાન પછી સુલતાનબાબા રીમાની હાલત જોઈને રીમાનો ઈલાજ કરવાની ના પાડી દેશે તો રીમાનું શું થશે...? એ વિચાર આવતાં જ હંસા ધ્રૂજી ઊઠી. તેમ છતાંય તેણે હિંમતથી કામ લેવાનું નક્કી કર્યું. હંસાએ હેમંતને ખોળામાં લીધો. હેમંતે રીમાના બાવડા ઉપરના તાવીજ સાથે રમતા રમતા હળવેકથી તાવીજ ખોલી નાખ્યું હતું અને એ અડધું તાવીજ ખૂલી જવા પછી રીમાની આંખમાં એક પ્રકારની ચમક આવી ગઈ હતી. શિકારને જોઈને શિકારીની આંખમાં ચમક આવે એવી ચમક. હંસાએ શાકની ઝોળી ફગાવીને હેમંતને પોતાની છાતી સરસો ચાંપી લીધો હતો અને પછી કચકચાવીને તાવીજ બાંધી દીધું હતું. એની અસર સિકંદર ઉપર