રંગ રસીયા

(19)
  • 5.4k
  • 1.2k

રંગ રસીયા15 ડિસેમ્બર ૨૦૧૭માં ચિંતન પંડયા અને અન્ય કલાકારો સાથે સરદાર વલ્લભભાઇ પટેલના સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે ઇતિહાસ અને રાજકીય કટાર લેખક નગીનદાસ સંઘવી દાદા તથા ગુજરાત અને દેશનાં જાણીતા કથાકાર મોરારી બાપુની હાજરીમાં સરદાર સાહેબનાં જીવન પરનાં વાચીક્મની તક મળી હતી. વાચિકમ બાદની વાતચીત દરમ્યાન નગીનદાદાએ કહ્યું હતુંકે આપણી પાસે રામાયણ,મહાભારતમાં દુનિયાભરની કથા,વાર્તાઓનો ખજાનો પડયો છે.રામાયણ,મહાભારતે ભારત સહિત દુનિયાને અનેકવિધ કથા-વાર્તાઓ,જ્ઞાન-વિજ્ઞાન,વિચાર, સમજ, બોધ,તર્ક આપવા સાથે ગીત-સંગીત,ગાન,પ્રેમ-નફરત,કરૂણા, ફરજ,જવાબદારી,મિત્રતા,દુશ્મની,ભાતૃત્વ,સ્વધર્મ સહિત એનેકવિધ બાબતોની સમજ આપી છે.જેને દેશ અને સમાજ સામે લાવવાની ખાસ જરૂર છે.આ વાત મને માનવા વિશેષ રીતે મજબુર કરી ગઇ જયારે મેં કેતન મહેતા દ્વારા નિર્દેશિત મહાન ચિત્રકાર રાજા રવિ