મરુભૂમી ની મહોબ્બત - ૨૧

(28)
  • 3.6k
  • 2
  • 1.3k

" આવી સુરંગોનો ઉપયોગ મોટાભાગે શત્રુઓથી બચવા થતો..." ચીફ શ્રીવાસ્તવ સાહેબનાં એ શબ્દો હતાં. હું,હીના, વિક્રમસિંહ રાઠોડ,ચીફ શ્રીવાસ્તવ સાહેબ, ભારતીય પુરાતત્વ વિભાગની ટીમ વગેરે સૌ મુમલની મેડી આસપાસ ટોળે વળીને ઊભા હતા. રાજકુમારી મુમલને ભુગર્ભમાં આવી સુરંગ ખોદાવવાની જરૂર કેમ પડી..? એ સવાલ સૌને સતાવતો હતો. મુમલના સમયમાં લોદ્રવા એક શાંત સ્ટેટ ગણાતું.એક યુવતી જ્યાંની રાજા હોય એનું દુશ્મન કોણ બને..? હા, એનાં પ્રેમી થવા ઘણાં તૈયાર હતાં.પરંતુ,આખરે મુમલ મહેન્દ્રસિંહની બની હતી.એ ટ્રેજડી દરમિયાન જ આ સુરંગની રચના થઈ હશે.. એવું સૌએ તારણ નિકાળ્યુ. અમારી સાથે રાજસ્થાનના ઈતિહાસનાં અભ્યાસુ પ્રોફેસર ખમારસાહેબ હતાં.એમનુ કહેવું