રુદ્રસિંહની ફેકટરી આગળ ગાડી ઉભી રાખીને મનું અંદર ગયો. મેનેજર કમ માલિકની કેબિનમાં સૂરજસિહ રાઠોડ કશુંક હિસાબ કરતો હતો. સૂરજનું અસલ નામ સિદ્ધાર્થસિહ હતું એટલે તેને ક્યારેક સૂરજ કહેતા ક્યારેક સિધાર્થ કહેતા. મનું અને સૂરજને રુદ્રસિંહે એક સાથે ઉછેર્યા હતા. પોલીસ સ્કૂલમાંથી મનું ઘરે આવતો ત્યારે સૂરજ સાથે એ રમતો. એને પોલીસની, જાસૂસીની, પોતે વાંચેલી ક્રાઈમ કહાનીઓની વાતો કહેતો. સિદ્ધાર્થ તદ્દન રુદ્રસિહ જેવો જ દેખાતો. મજબુત શરીર, ગોરો વાન, પણ કાનમાં તે રાજપૂતી કડીઓ પહેરતો. અને દેખાવે કોમળ છોકરા જેવો લાગતો. તેના ચહેરા ઉપર ભોળપણ હતું. રુદ્રસિહ જેમ તેનો ચહેરો કડક ન લાગતો. મનુને આમ અચાનક આવેલો જોઈને સિદ્ધાર્થ કેબિન બહાર