આ ભાગ માં એક માઇક્રોફિક્શન અને એક વાર્તા ના પ્રસંગ નો સમાવેશ કર્યો છે. મેઘા અને રાજ રાજ અને મેઘા બગીચામાં બેઠા હતા. રાજ ચૂપચાપ હતો એટલે મેઘાએ બોલવું પડ્યું, આમ કરવાનું કારણ શું? રાજ શાંતિથી બોલ્યો, દરેક વ્યક્તિને પોતાનું સંતાન વહાલું હોય છે, તેનાથી વધારે પોતાનો પરિવાર વહાલો હોય છે. પરિવારથી વધારે પોતાના માતાપિતા અને તેનાથી વધુ પોતાની માતૃભૂમિ વહાલી હોય છે.પોતાની માતૃભૂમિની રક્ષા માટે દરેક વ્યક્તિ પોતાની જાન આપી શકે છે અને કોઈની પણ જાન લઈ શકે છે. ચાહે એ મિત્ર હોય શત્રુ હોય કે પછી પરિવાર પણ કેમ ના હોય.દેશ નો દુશ્મન એ દેશ દરેકના