અજનબી હમસફર - ૨

(28)
  • 5.8k
  • 1
  • 2.4k

બસ ની સીટ પર બેઠી બેઠી દિયા રાકેશ વિશે વિચારતી હતી કે કોઈ સંબંધ વગર પણ રાકેશ કેટલી કેર કરે છે. જ્યારે કોઈ સ્ત્રીનું સન્માન કરે છે અને તેના સન્માનની રક્ષા કરે છે ત્યારે તે વ્યક્તિ માટે સ્ત્રીના દિલમાં સન્માન જાગે છે.રાકેશ માટે પણ દિયાના દિલમાં માનની લાગણી ઊત્પન્ન થઈ . તે પોતાના વિચારોમાં જ હતી ત્યાં કોઈએ તેને ધક્કો લગાવ્યો .બસમાં ખૂબ ભીડ હતી અને મુસાફરોની અવર જવરના લીધે દિયાની સીટ પાસે ઉભેલા વ્યક્તિનો દિયાને ધક્કો લાગ્યો આ રાકેશે જોયું એટલે તે તરત દૂર ઊભો હતો ત્યાંથી દિયાની સીટની અડોઅડ ઊભો રહી ગયો જેથી કરીને દિયાને કોઈ અજાણતા