અણબનાવ - 6

(49)
  • 4.9k
  • 2
  • 3k

અણબનાવ-6 ભરઉનાળે બપોરનાં તાપમાં તિલક સાથે ગીરનારનાં જંગલમાં એનાં ગુરૂનાં આશ્રમે જવા નીકળેલા વિમલ અને રાજુ હવે થાકયાં હતા.વિમલને લાગેલી ખુબ તરસ એમને આ કુવા સુધી ખેંચી લાવી.લીલાછમ વૃક્ષો અને પક્ષીઓનો કલરવ વાતાવરણને આહલાદક બનાવતા હતા.પણ તિલકે બધાને થોડું ગોળ ફરીને કુવાથી થોડે દુર ઉભા રાખ્યાં ત્યાંરે કુવા ઉપર રહેલી ધજા તો શાંત હતી.પણ છતા કંઇક હલન ચલન પહેલા તો આંખોને ખટકયું અને પછી મનને ખટકયું.મનનો ખટકાટ બધાનાં શરીરને પણ કંપાવી ગયું.કારણ કે કુવાની બાજમાં આવેલા નીચા કુંડામાં એક ડાલામથ્થો, થોડી ઘેરા કોફી રંગની કેશવાળી વાળો,કદાવર નર સિંહ પાણી પીતો હતો.એના બે પગ કુંડાની પાળી પર હતા.એનો