ઓડી આશ્રમના ગેટ આગળ ધીમી પડી એમ નિધિના મનમાં પણ વિચારો ધીમા પડ્યા. આશ્રમમાં દેખાતા ઊંચા ઘટાટોપ વૃક્ષો, મહેંદીની વાડ, હરિયાળું ઘાસ, ઘાસ ઉપર ગોઠવેલા ફુવારા, સુંદર ઝૂંપડીઓ, ઓરડાઓની હારમાળ ઉપર દેખાતા લાલ દેશી અને વિલાયતી નળિયા ઉપર પથરાયેલી વેલ અને એમાં ઉઘડેલા ફૂલો અને સફેદ વસ્ત્રોમાં ફરતા સ્ત્રી પુરુષો. બધું વાતાવરણ જાણે સ્વર્ગીય લાગ્યું. પાર્કિંગ લખેલા પાટિયા પાસે ગાડી પાર્ક કરીને નિધિ ઉતરી. એને હવે સમજાવા લાગ્યું કેમ લોકો સન્યાસ લેતા હશે, કેમ વિલી અંકલ જેટલા સમજદાર જ્ઞાની માણસે પાદરી બનીને જીવન વિતાવવાનું નક્કી કર્યું હશે, કેમ જૈન લોકો દીક્ષા લેતા હશે. અરે નિધીએ એવા કિસ્સા જોયા હતા જેમાં