રાહી દુખી થઈને શિવમથી દૂર રહેવા મુંબઈ તો આવી ગઈ પણ તેનું મન ત્યાં પણ નહોતું લાગતું.તે હોટલના મોટા બેડ પર સૂતી સૂતી શિવમના ફોટા જોઈને રડ્યા કરતી હતી.છેલ્લા થોડા દિવસમાં બધી વાતો કરીને ખંજનને પણ તેણે પરેશાન કરી દીધો હતો . હવે તેની પાસે ખંજનને કરવા માટે પણ કોઈ ફરિયાદ નહોતી.આમ પણ માણસનું મન પણ ફરિયાદ કરતાં થાકી જાય ત્યારે તે પરિસ્થિતી સ્વીકારી જ લે છે.રાહીએ પણ પરિસ્થિતી સ્વીકારી લીધી કે શિવમના જીવનમાં તે તેની એક સારી મિત્ર જ હતી તે વાત અત્યારે તેણે સ્વીકારી જ લીધી.તેણે પોતાના આંશું લૂછયા અને પોતાની જાતને