વિષાદયોગ - પ્રકરણ - 60

(180)
  • 6.6k
  • 6
  • 4.3k

વિષાદયોગ-પ્રકરણ-60 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####----------- નિશીથ અને સમીર દિશાના ઘરે પહોંચ્યા ત્યારે કશિશ તેની રાહ જોઇ રહી હતી. નિશીથને સલામત આવેલો જોઇને તેને નિરાંત થઇ. તે ભાવનગરથી નીકળી ત્યારથી તેના મનમાં શંકા હતી કે નિશીથ તેનાથી કંઇક છુપાવે છે. તેને ડર હતો કે નિશીથ ક્યાંક કોઇ અવળુ પગલુ ભરી ના લે. આ ડરને લીધેજ તે ત્યાંથી જવા નહોતી ઇચ્છતી પણ નિશીથના આગ્રહને કારણે જ તે અમદાવાદ આવી હતી. આજે નિશીથને સલામત જોઇને કશિશને હાસ થઇ, તેણે વિચાર્યુ કે ચાલ નિશીથે કોઇ એવુ કામતો નથી કર્યુ જેથી તેને તકલીફ પડે. નિશીથ અને સમીર બેઠા એટલે દિશાએ પાણી આપ્યુ અને પછી કહ્યું “જો મારા