શિકાર : પ્રકરણ 26

(210)
  • 6.2k
  • 7
  • 3k

આદિત્યએ સોનિયા, દીપ, શીલા, ટ્રીસ, ટોમ, કેબ ડ્રાઈવર એજન્ટ કે એ બધાની મિટિંગ થઇ. નિમિષા ઉર્ફ મોહિની ઉર્ફ નીમી વાજા અને સબનમ પણ એજન્ટ હાઉસમાં હાજર જ હતા. "સોનિયા બધી જ વિગતો આ લોકો સામે ફરી એક વાર રિપીટ કર." પછી બધા સામે એક નજર કરીને કહ્યું, "એક પણ મુદ્દો ધ્યાન બહાર રહી જવો ન જોઈએ." સોનિયાએ બધી જ વાત શરૂ કરી. કઈ રીતે સમીર અને સોનિયા ગર્લફ્રેન્ડ બોય ફ્રેન્ડ બનીને કોલેજમાં ગયા. સ્કેચ પરથી એમણે એ છોકરાને કઈ રીતે ઓળખ્યો, એમને બીજા કોના ઉપર શક ગયો અને કઈ રીતે ગયો. અનુપ અને લંકેશે કઈ રીતે સોનિયા અને સમીરનું બ્રેક અપ