જંતર-મંતર ( પ્રકરણ : અઢાર ) રીમાના બાપુજીએ હાથ જોડતાં ફકીરબાબાને કહ્યું, ‘બાબા, આ વખતે તમને અમે ખૂબ પરેશાન કર્યા છે. પણ હવેથી અમે ખૂબ ધ્યાન રાખીશું....!’ ચુનીલાલની વાત સાંભળીને ફકીરબાબા બોલ્યા, ‘હવે તો ઘણું મોડું થઈ ગયું છે. કદાચ હવે હું વધારે નહીં જીવું.’ કહેતાં એકાદ પળ માટે તેઓ અટકી ગયા. પછી બોલ્યા, ‘હું મરી જાઉં તોય તમે તમારી દીકરીનો ઈલાજ ચાલુ જ રાખજો. અહીંથી દસ માઈલ દૂર સંબલપુરની સીમમાં એક પીરની દરગાહ છે. એ દરગાહ ઉપર સુલતાનબાબા નામના એક ઈલ્મી ફકીર છે. તેમણે અનેક ભૂત-પ્રેત અને ચુડેલ-ડાકણોને બાટલામાં ઉતારીને કૂવામાં નાખી દીધા છે. મારા કરતા પણ તેઓ વધુ